શુ વિરોધીઓ ની સેકસ સીડી નેજ તમારી સફળતા ની સીડી બનાવશો?

   

          ગુજરાત ની પ્રજા ૨૨ વર્ષ થી થયેલા “વિકાસ” ની સીડી જોવા માંગે છે નહીકે ૨૨ વર્ષ ના કોઈ યુવાન ના અંગતજીવન ની! કયા સુધી જશો બધી હદ પાર કરી દીધી જો વિડીયો સાચો પણ હોય તો શુ સેકસ કરવુ એ ગુન્હો છે?કયારેક સમય મળે તો સેકસ સર્વે ના આંકડા જોઈ લેજો કયાંક તમારુ પણ રોજ નુ ૧જી.બી. નેટ એ જોવામાંજ ના વપરાતુ હોય?

શુ કામ કોઈના અંગતજીવન માં ડોકીયા કરવા કોઈ ૮૨ વર્ષ બે લાવે કોઈ પરણી ને આવેલીને છોડીને પણ ભાગી જાય એથી આપણે શુ? દરેક ને હક છે વિરોધ એના વિચાર નો હોવો જોઈયે નહીકે એના વ્યકતિગત જીવન નો.
          ગુન્હો બળજબરી કે બળાત્કાર માં બને અને જો હોટલ ની રુમના આવા પ્રાઈવેટ વીડીયો બહાર આવતા હોય તો એમની વીશ્વનીયતા નુ શુ? એકાત રુમ કે હનીમુન માં શુ કપલ ગરબા ગાય? કેટલી હદ સુધી નીચે ઉતરશો મત લેવા પણ પ્રજા હવે ઓળખી ગઈ છે?

અને પક્ષ નો નેતા કહે આ મહીલાઓ નુ અપમાન છે? અરે પગાર માટે પોલીસ ના ધોકા ખાતી હોય કે તમારાજ પક્ષ ના નેતાઓ દ્વારા બળાત્કાર નો ભોગ બનતી હોય શુ એ અપમાન નથી?
       શુ હીંદુત્વ અને રાષ્ટવાદ ના ફર્જી સર્ટીફીકેટ વેચતી કંપની પાસે હવે ચારીત્ર ના પણ સર્ટીફીકેટ લેવાના? દેશ નુ રાજકારણ આમેય બદનામતો છે એટલુ પણ ના કરો જેથી લોકો નો ભરોસો ઉઠી જાય.કોઈના બેડરુમ ની ચીંતા કર્યા કરતા રસોડા ની કરો સીવીલ માં સુવીધા વગર મરતા બાળકો ની કરો અને સેકસ ને લઈને કોઈક ના પુતળા બાળનારાઓ તમારો જન્મ પણ એનેજ આધીન છે એ સેકસ પવીત્ર વસ્તુ છે એને આમ બદનામ ના કરો.

 – સ્નેહલ દવે

Advertisements